Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જૅપનીઝની પ્રામાણિકતા આપણે શીખી શકીએ કે નહીં?

જૅપનીઝની પ્રામાણિકતા આપણે શીખી શકીએ કે નહીં?

Published : 27 December, 2023 11:25 AM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ જપાનના એક ઍપલ સ્ટોરનો વિડિયો શૅર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે જપાનમાં કેવી રીતે સ્ટોરના ડિસ્પ્લેમાં તમામ આઇફોન્સ ઍન્ટિ-થેફ્ટ કોડ વગર રાખવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

What`s Up!

પ્રતીકાત્મક તસવીર


આરપીજી ગ્રુપના ચૅરમૅન ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ જપાનના એક ઍપલ સ્ટોરનો વિડિયો શૅર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે જપાનમાં કેવી રીતે સ્ટોરના ડિસ્પ્લેમાં તમામ આઇફોન્સ ઍન્ટિ-થેફ્ટ કોડ વગર રાખવામાં આવે છે. ફોન ચોરાઈ જવાની કોઈને ચિંતા નથી, જ્યારે આપણા ભારત સહિત અન્ય દેશોમાં ચોરી અટકાવવા માટે ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ ઍન્ટિ-થેફ્ટ કોડથી ચોંટાડેલાં હોય છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ગ્રાહક આવે છે અને ખૂબ આરામથી આઇફોનને હાથમાં લે છે અને એને જુએ છે અને પછી મૂકી દે છે.

ગોએન્કાએ પોસ્ટ કરેલા વિડિયોમાં એક વૉઇસઓવર કહે છે કે ‘જપાનમાં ઍપલ સ્ટોર્સ વિશે સૌથી રસપ્રદ હકીકત એ છે કે કોઈ ફોન ક્યાંય સેફ્ટી કોડ સાથે બાંધેલા નથી એથી તમે એને સરળતાથી પકડીને સ્ટોરમાંથી બહાર નીકળી શકો છો, પરંતુ જપાનમાં લોકોની પરંપરા અને માનસિકતા કંઈક અલગ જ છે.  તેઓ ક્યારેય ફોન ચોરતા નથી એથી ફોન બાંધવામાં આવ્યો નથી. જપાનમાં આપનું સ્વાગત છે.’



ઉદ્યોગપતિએ લખ્યું કે ‘વિશ્વના અન્ય દેશોની જેમ જપાનમાં ઍપલ સ્ટોર્સ આઇફોનને બાંધીને રાખતા નથી, કારણ કે સ્ટોર્સના માલિક જાણે છે કે આ ફોનની કોઈ ચોરી નહીં કરે. તો શું આ જપાની સંસ્કૃતિનું મહાન પ્રતિબિંબ નથી? આ પોસ્ટને અત્યાર સુધી એક લાખથી વધુ વખત જોવામાં આવી છે.


સોશ્યલ મીડિયા પર લોકોએ આ પોસ્ટ માટે પૉઝિટિવ કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે કે આ વિશ્વાસ અને સન્માનનું ખૂબ પ્રભાવશાળી પ્રતિબિંબ છે. સ્ટોર્સના માલિક જે રીતે તેમના આઇફોન પ્રદર્શિત કરે છે એમાં જપાનની સંસ્કૃતિ પ્રતિબિંબિત થાય છે. અન્ય એક યુઝરના જણાવ્યા મુજબ જ્યારે લોકો પ્રામાણિક હોય ત્યારે રિલેશન ઘણા સ્ટ્રૉન્ગ હોય છે. આ એનું બેસ્ટ ઉદાહરણ છે.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2023 11:25 AM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK