શિવમંદિરમાં દાનપેટીમાંથી ચિઠ્ઠી નીકળી, લખ્યું હતું આવું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મંદિરોમાં દાનપેટીમાં ભક્તો પોતાની ઇચ્છાઓ પણ લખીને મૂકતા હોય છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અચલેશ્વર મહાદેવના મંદિરમાં જ્યારે જૂન મહિનાના દાનની ગણતરી માટે દાનપેટી ખોલવામાં આવી ત્યારે દાનની રકમ સાથે નીકળતી માનતાની પરચીઓ ચર્ચામાં આવી હતી. એક માનતાની પરચીમાં લખ્યું હતું, ‘મહાદેવ, અમીર બનાવી દો. ત્યાં સુધી રસ્તા પર જતા કોઈ પણ સુંદર છોકરાઓ તરફ નજર જ નહીં કરું. હું ત્યાં સુધી મારી જાત સાથે વાત નહીં કરું અને દિવસે બેઠાં-બેઠાં સપનાં નહીં જોઉં. જ્યાં સુધી માસિક આવક એક લાખ રૂપિયા નહીં થાય ત્યાં સુધી કોઈના ઘરે પણ નહીં જાઉં.’
શિવમંદિરની દાનપેટીમાં જૂન મહિનામાં બીજી વારની NEETની એક્ઝામને લઈને પણ અઢળક ચિઠ્ઠીઓ મળી હતી. મોટા ભાગના વિદ્યાર્થીઓએ રી-નીટની એક્ઝામ સારી જાય અને સારા માર્ક્સ આવે તો કંઈક ને કંઈક ગમતું છોડવાની અને દાન કરવાની માનતા લખી હતી.
