પરદાદીએ એક બ્યુટી બ્રૅન્ડને પ્રમોટ કરવા માટે ફોટો-સેશન કરાવ્યું હતું
હેલન સિમોન
કૅલિફૉર્નિયાનાં રહેવાસી ૯૯ વર્ષનાં હેલન સિમોન ખૂબ ઉત્સાહી, આનંદી અને મોજીલાં છે. આ ઉંમરે તેમણે તેમની પ્રપૌત્રીની બ્યુટી કંપની માટે મૉડલિંગ કર્યું છે. એ પરદાદીએ એક બ્યુટી બ્રૅન્ડને પ્રમોટ કરવા માટે ફોટો-સેશન કરાવ્યું હતું. મૉડલિંગની તસવીરોમાં એ દાદીમા સફેદ બ્લાઉઝ, મણકાવાળો હાર-નેકલેસ, કૉસ્મેટિક કંપનીની સ્લીપ ટીન્ટ, મસ્કરા ૧૦૧, ડ્યુ બ્લશ વગેરેની સજાવટથી ખૂબ સુંદર દેખાઈ રહ્યાં છે. વળી મજેદાર સ્માઇલ સાથે મૉડલ્સ પોઝ આપે એવા પોઝ પણ તેઓ આપતાં હતાં.

