Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Google Map Mistake: મજા માણવા ગયેલા કપલની ગૂગલ મેપે કાઢી નાખી ‘મજા’, જોયો મોતનો પ્રદેશ

Google Map Mistake: મજા માણવા ગયેલા કપલની ગૂગલ મેપે કાઢી નાખી ‘મજા’, જોયો મોતનો પ્રદેશ

28 February, 2024 11:18 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Google Map Mistake: ગૂગલની ભૂલને લીધે તેઓની કાર 37 માઈલ દૂર કાદવ વાળી જગ્યામાં ફસાઈ ગઈ હતી. કપલને એક અઠવાડિયાથી વધુ લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

ગૂગલ મૅપની પ્રતીકાત્મક તસવીર

ગૂગલ મૅપની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ફિલિપ માયર અને માર્સેલ શોએન, કેઇર્ન્સથી બમાગા જઈ રહ્યા હતા
  2. કાદવ વાળી જગ્યામાં તેમની કાર ફસાઈ ગઈ હતી
  3. ગૂગલના પ્રવક્તાએ માફી પણ માંગી હતી

ગૂગલ મેપ (Google Map)ની ભૂલને કારણે ઘણીવાર પ્રવાસીઓ ખોટી જગ્યાઓ પર પહોંચી જતાં હોય છે એવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. હવે તાજેતરમાં જ એક જર્મન કપલને આવો અનુભવ થયો હતો. 

ફિલિપ માયર અને માર્સેલ શોએન, કેઇર્ન્સથી બમાગા જઈ રહ્યા હતા ત્યારે તેમને આવો અનુભવ થયો હતો. ફાર નોર્થ ક્વીન્સલેન્ડમાં એક નિર્જન ગંદકી ટ્રેક પર તેઓ ગયા હતા.ક્યાં જવું હતું આ દંપતીને અને ક્યાં જઈ પહોંચ્યા?


આ દંપતીએ ગૂગલની નેવિગેશન સિસ્ટમ (Google Map) પર વિશ્વાસ રાખ્યો હતો. જ્યારે તેઓએ આ પ્રવાસ શરૂ કર્યો ત્યારે તેઓએ ગૂગલના નેવિગેશન સિસ્ટમને અનુસરવાનું નક્કી કર્યું. જો કે, તેમની મુસાફરીએ એક એવો વળાંક લઈ લીધો જેની તેઓએ પોતે ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય. 

ગૂગલના રવાડે તેઓની જ્યારે કાર 37 માઈલ દૂર કાદવ વાળી જગ્યામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે  કપલને એક અઠવાડિયાથી વધુ લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


બાપ રે! આવી હાલતમાં ફસાયું આ દંપતી 

આ પ્રવાસીઓએ તેમનો આ દુઃખદ અનુભવ શૅર કર્યો હતો. તેઓને ગૂગલ મેપની ભૂલને કારણે થયેલા માઠાં અનુભવો જાણીને ભલભલા ડઘાઈ જાય. તેઓએ આ અનુભવમાં એવી નદી પણ પાર કરવી પડી જેમાં  મગર હતા. વાવાઝોડાં અને વધતા તાપમાન સાથે ભારે હવામાનનો સામનો પણ કરવાનો વારો આવ્યો હતો. વળી ક્યાંય રહેવા મકાન ન મળતા તેઓએ ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવાનો પણ સમય આવ્યો હતો. 

ગૂગલના પ્રવક્તાએ માફી પણ માંગી

આ ઘટના (Google Map) બન્યા પછી તેના પર પ્રતિક્રિયા આપતા, ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું તેઓ આ જે કઈ ઘટના બની તેના માટે દિલગીર છે. તેઓએ આ રીતે માફી પણ માંગી હતી. સાથે જ ફિલિપ અને માર્સેલ સુરક્ષિત હોઈ રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ દંપતીને જે રસ્તે મુશ્કેલીમાં મૂક્યા એને પણ નકશામાંથી હટાવી દેવામાં આવ્યો હતો. 

સાથે જ ગૂગલ મેપ્સ (Google Map)ના અપડેટ્સ માટે થર્ડ પાર્ટી  ડેટા, વપરાશકર્તાનું યોગદાન, સ્ટ્રીટ વ્યૂ અને સેટેલાઇટ ઇમેજરી જેવા બહુવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવાની પણ ખાતરી આપી હતી.

આ જગ્યા પર પહોંચી ગયા હતા આ લોકો 

પ્રાપ્ત માહિતી અનુસાર આ લોકો એક એવા ગંદા કાદવભર્યા વિસ્તારમાં પહોંચ્યા હતા જે ઓયાલા થુમોટાંગ રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતું હતું. કમનસીબે આ પાર્ક ડિસેમ્બર 2023થી લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના વિશે તેમને કોઈ જાણ નહોતી. માહિતી (Google Map) ન હોવાને કારણે તેઓ આગળ જતાં ગયા તેમ તેમ વાહન સાથે કાદવમાં ફસાતા ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2024 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK