હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊભા રહેવું પણ કઠિન છે ત્યાં ગોરખપુરની એક કન્યા હૅન્ડસ્ટૅન્ડ કરીને પગથિયાં ઊતરે છે. મીઠી નામની આ કન્યાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે ૫૦ ફુટ ઊંચેથી દાદરા ઊતરે છે અને એ પણ પગેથી નહીં, હાથેથી.
મીઠી હૅન્ડસ્ટૅન્ડ કરીને પગથિયાં ઊતરે છે
હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊભા રહેવું પણ કઠિન છે ત્યાં ગોરખપુરની એક કન્યા હૅન્ડસ્ટૅન્ડ કરીને પગથિયાં ઊતરે છે. મીઠી નામની આ કન્યાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે ૫૦ ફુટ ઊંચેથી દાદરા ઊતરે છે અને એ પણ પગેથી નહીં, હાથેથી. હાથ નીચે અને પગ ઉપર એમ હૅન્ડસ્ટૅન્ડ પોઝિશનમાં તે જરાય ડગુમગુ થયા વિના પગથિયાં ઊતરી જાય છે. વિડિયોની શરૂઆતમાં તે કહે છે, ‘હાય ફ્રેન્ડ્સ, હું ૫૦ ફુટની ઊંચાઈ પર છું અને આ જે ૭૨ પગથિયાં છે એ આજે હું હાથ દ્વારા ઊતરીને દેખાડવાની છું. જેમ લોકોને પોતાના પગ પર ભરોસો છે એમ મને મારા હાથ પર ભરોસો છે.’
મીઠીનું આ કરતબ જોઈને સોશ્યલ મીડિયા અચંબિત છે. મોટા ભાગના લોકોએ તેના આ નિર્ભીક સ્ટન્ટને બિરદાવ્યો છે, જ્યારે કેટલાકને આ મીઠડી કન્યાની સેફ્ટીની પણ ચિંતા થઈ રહી છે.


