ગુજરાતનાં વડોદરામાં વીએનએફ (વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ)માં શુક્રવારના ગરબાનું સ્ટનિંગ ડ્રોન ફુટેજ વાઇરલ થયું છે
વડોદરાના ગરબાનું ફુટેજ વાઇરલ
ગુજરાત અને મુંબઈ સહિત દેશ-વિદેશમાં નવરાત્રિની ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતનાં વડોદરામાં વીએનએફ (વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ)માં શુક્રવારના ગરબાનું સ્ટનિંગ ડ્રોન ફુટેજ વાઇરલ થયું છે. આ ડ્રોન ફુટેજમાં હજારો ખેલૈયાઓ એકબીજા સાથે લગભગ પર્ફેક્ટ તાલ મિલાવતા જોવા મળ્યા હતા. આ વિડિયોને સોશ્યલ મીડિયા પર ઘણા વ્યુઝ અને લાઇક્સ મળ્યાં છે.