કોલ્ડ લાવા હોવા છતાં ૨૮ જણનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું હતું.
અજબ ગજબ
ઇન્ડોનેશિયાના જ્વાળામુખીમાંથી બહાર આવેલા લાવાનું પૂર
ભારે વરસાદ બાદ પૂર આવે એવું અનેક વાર જોવા મળ્યું છે, પણ ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના બે જિલ્લામાં જ્વાળામુખીમાંથી બહાર આવેલા લાવાનું પૂર આવ્યું છે. માઉન્ટ મેરાપી નામના પર્વત પર જ્વાળામુખી સક્રિય થયા બાદ ચારે તરફ લાવા રેલાયો હતો. જોકે આ લાવા ગરમ નહીં પણ ઠંડો હતો એટલે કે તે કાદવ, રાખ અને પથ્થરના ટુકડાનો બનેલો હતો. કોલ્ડ લાવા હોવા છતાં ૨૮ જણનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું હતું.