ગરટ્રૉડ નામની આ ફ્લેમિંગો અન્ય ૬૫ ફ્લૅમિંગો સાથે રહે છે.
૭૦ વર્ષની ઉંમરની ફ્લૅમિંગો
બ્રિટનના નૉરફકમાં આવેલા નેચર રિઝર્વ પાર્કમાં એક સ્વીટ સરપ્રાઇઝે સૌને ખુશ કરી દીધા છે. આ પાર્કમાં ૭૦ વર્ષની ઉંમરની ફ્લૅમિંગોએ જીવનમાં પહેલી વાર ઈંડું મૂક્યું છે. ગરટ્રૉડ નામની આ ફ્લેમિંગો અન્ય ૬૫ ફ્લૅમિંગો સાથે રહે છે. જોકે ગરટ્રૉડ પ્રેમને લઈને અનલકી છે એવું માનવામાં આવતું હતું અને એટલે જ આટલાં વર્ષો સુધી તે મા બની શકી નહોતી. જોકે હવે એ માતૃત્વ ધારણ કરવા જઈ રહી છે ત્યારે બ્રિટનના પ્રકૃતિપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા છે. BBC (બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન)એ ગરટ્રૉડને લઈને વિશેષ કવરેજ પણ કર્યું છે. પાર્કના મૅનેજર બૅન માર્શેલ કહે છે કે ફ્લૅમિંગોની સરેરાશ આવરદા ૪૦ વર્ષની હોય છે એટલે જ ગરટ્રૉડે ૭૦ વર્ષે ઈંડું મૂક્યું એ અદ્ભુત ઘટના છે.


