આ કેરીનું વજન ૩.૫ કિલો છે અને એની લંબાઈ એક ફુટ જેટલી હોય છે.
નૂરજહાં કેરી
મધ્ય પ્રદેશમાં ખેડૂતો દુર્લભ નૂરજહાં કેરીની ખેતી કરે છે જેનું કદ અને નામ બન્ને રૉયલ છે. અલીરાજપુરના મનોહર કાઠીવાડા પ્રદેશમાં ઊગતી આ કેરીનું નામ મોગલ સામ્રાજ્યની મહારાણી નૂરજહાં પરથી રાખવામાં આવ્યું છે. આ કેરીનું વજન ૩.૫ કિલો છે અને એની લંબાઈ એક ફુટ જેટલી હોય છે. આ પ્રદેશમાં ઘણા ખેડૂતો નૂરજહાં કેરી ઉગાડે છે, પણ સૌથી વધુ પ્રખ્યાત કેરી શિવરાજ સિંહ જાદવના નૂરજહાં મૅન્ગો ફાર્મની ગણાય છે. તેમનો પરિવાર ૧૯૬૫થી આ કિંગ સાઇઝ ફળની ખેતી કરી રહ્યો છે. તેમના ખેતરમાં પાંચ નૂરજહાં વૃક્ષો છે જેમાં લગભગ ૩૫૦ જેટલી કેરી થાય છે. આ દરેકની કિંમત સાઇઝ મુજબ ૫૦૦ રૂપિયાથી ૧૫૦૦ રૂપિયા સુધીની હોય છે. નૂરજહાં કેરી ખૂબ રસદાર હોય છે અને એનો દેખાવ તથા સ્વાદ કેસર જેવો હોય છે.

