આ ખેડૂતે ૫૫૦૦ ડૉલર (૪.૪૮ લાખ રૂપિયા)નું ઇનામ જીત્યું છે

આ છે ૧૧૫૮ કિલોનું કોળું
નૉર્થ અમેરિકામાં સૌથી વધુ વજનના કોળાનો નવો રેકૉર્ડ બન્યો છે. સ્કૉટ ઍન્ડ્રુઝ અને તેમના પરિવારે ક્લેરેન્સ, ન્યુ યૉર્કમાં ગ્રેટ પમ્પકિન ફાર્મ ખાતે આ ટાઇટલ જીત્યું હતું. સ્કૉટે ઉગાડેલા કોળાનું વજન ૧૧૫૮ કિલો છે. આ ખેડૂતે ૫૫૦૦ ડૉલર (૪.૪૮ લાખ રૂપિયા)નું ઇનામ જીત્યું છે. ઍન્ડ્રુઝે ભલે અમેરિકાનો રેકૉર્ડ તોડ્યો હોય, પરંતુ આ વર્ષે જુલાઈમાં રચવામાં આવેલા ૧૨૨૭ કિલોના કોળાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવામાં તેઓ સફળ થયા નથી.