ભોપાલના યુવાન ફૈઝલ ખાનનો ૧૭ મેએ એક વિડિયો ફરતો થયો હતો. એમાં તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘ભારત મુર્દાબાદ’નાં સૂત્રો પોકારતો હતો. ફૈઝલ સામે પોલીસમથકમાં શત્રુતાને પ્રોત્સાહન આપવાનો કેસ નોંધાયો હતો
પ્રતીકાત્મક તસવીર
ભોપાલના યુવાન ફૈઝલ ખાનનો ૧૭ મેએ એક વિડિયો ફરતો થયો હતો. એમાં તે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘ભારત મુર્દાબાદ’નાં સૂત્રો પોકારતો હતો. ફૈઝલ સામે પોલીસમથકમાં શત્રુતાને પ્રોત્સાહન આપવાનો કેસ નોંધાયો હતો અને તેની ધરપકડ થઈ હતી. હવે આ ભાઈએ જામીન મેળવવા અરજી કરી છે અને મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે અમુક શરતો સાથે જામીન-અરજી મંજૂર કરી છે. હાઈ કોર્ટે મૂકેલી શરતો પ્રમાણે કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી દર મહિને બે વાર તેણે પોલીસ-સ્ટેશન આવવું પડશે. આ દરેક મુલાકાતમાં રાષ્ટ્રધ્વજને ૨૧ વાર સલામ કરવી પડશે અને દરેક સલામી વખતે ‘ભારત માતા કી જય’ બોલવું પડશે.


