મધ્ય પ્રદેશના બૈતુલમાં શૉપિંગ મૉલના કર્મચારીએ પગાર ન વધારતાં ફ્રિજ અને LED ટીવી તોડી નાખીને બદલો લીધો હતો. એક સેલ્સમૅન ગ્રાહકોને ફ્રિજ અને LED ટીવી બતાવવા માટે ઇલેક્ટ્રૉનિક સેક્શનમાં લઈ ગયો ત્યારે આ વાતની જાણ થઈ હતી
અજબગજબ
શૉપિંગ મૉલના કર્મચારીએ પગાર ન વધારતાં ફ્રિજ અને LED ટીવી તોડી નાખીને બદલો લીધો હતો.
મધ્ય પ્રદેશના બૈતુલમાં શૉપિંગ મૉલના કર્મચારીએ પગાર ન વધારતાં ફ્રિજ અને LED ટીવી તોડી નાખીને બદલો લીધો હતો. એક સેલ્સમૅન ગ્રાહકોને ફ્રિજ અને LED ટીવી બતાવવા માટે ઇલેક્ટ્રૉનિક સેક્શનમાં લઈ ગયો ત્યારે આ વાતની જાણ થઈ હતી. એ પછી મૉલમાંના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોયાં ત્યારે વાત બહાર આવી હતી. કમલ પવાર નામના કર્મચારીએ ઇલેક્ટ્રૉનિક સેક્શનમાં જઈને હાથમાં પહેરેલા કડાથી ૧૧ LED ટીવીની સ્ક્રીન તોડી નાખી હતી. એ પછી ૭૧ ફ્રિજ પર દંડા ફટકાર્યા હતા. મૉલના મૅનેજરે પોલીસ-ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે કમલે દિવાળી પહેલાં પગાર વધારવા કહ્યું હતું, પણ મૉલના સંચાલકે ના પાડી એટલે ગુસ્સામાં તેણે ૩ દિવસની રજા લીધી હતી. રજા પૂરી કરીને આવ્યા પછી કમલે નુકસાન પહોંચાડવા માટે ૧૮ લાખ રૂપિયાની વસ્તુઓ તોડી નાખી હતી.