Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થયેલી બાવીસ વર્ષની યુવતી ડૉક્ટરને કહે છે, એક ઔર બેટા ચાહિએ

છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થયેલી બાવીસ વર્ષની યુવતી ડૉક્ટરને કહે છે, એક ઔર બેટા ચાહિએ

Published : 27 May, 2026 12:14 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રાજસ્થાની યુગલની માનસિકતા એ જ જૂનીપુરાણી છે જેમાં એક છોકરો વંશ અને ખાનદાનને આગળ વધારવા માટે પૂરતો નથી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઉત્તર પ્રદેશમાં એક સ્ત્રી-નિષ્ણાત ડૉક્ટરે શૅર કરેલા વિડિયોમાં આજે પણ ભારતમાં છોકરા-છોકરીના જન્મ માટે કેવો માહોલ છે એ સ્પષ્ટ થાય છે. બાવીસ વર્ષની યુવતી આ ડૉક્ટર પાસે આવી છે. તે પ્રેગ્નન્ટ છે. નવાઈ એ નથી કે તે પ્રેગ્નન્ટ છે, પણ છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થઈ છે. તેનાં લગ્ન થયાં ત્યારે તે જસ્ટ ૧૫ વર્ષની હતી. અત્યાર સુધીમાં તેને ઑલરેડી પાંચ સંતાનો છે. એક દીકરો અને ચાર દીકરીઓ. આ યુવતી છઠ્ઠી વાર પ્રેગ્નન્ટ થઈ છે અને આ બાળકને પણ તે જન્મ આપવા માગે છે. ડૉક્ટરે આ યુવતી સાથેની વાતચીતનો વિડિયો લઈ શકાય કે કેમ એ પૂછ્યું તો તેને એમાં કોઈ વાંધો નહોતો. આ વિડિયોમાં યુવતી કહે છે, ‘મને છોકરીઓ બહુ થઈ છે, પણ અમારી પાસે દીકરો એક જ છે. અમને હજી એક દીકરો જોઈએ છે.’

આ રાજસ્થાની યુગલની માનસિકતા એ જ જૂનીપુરાણી છે જેમાં એક છોકરો વંશ અને ખાનદાનને આગળ વધારવા માટે પૂરતો નથી. ડૉક્ટરે છેલ્લે કહ્યું હતું કે બાવીસ વર્ષની ઉંમરે છઠ્ઠી વાર બાળકને જન્મ આપવો એ મહિલાના સ્વાસ્થ્ય માટે ઠીક નથી. મહિલા ખૂબ નબળી પડી ગઈ છે અને પોષક તત્ત્વોની કમીને કારણે તેના અને બાળકના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 12:14 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK