૨૦૨૧માં અમેરિકાના બેન્જામિન કેટઝમૅનનો હાથકડી પહેરીને ૮.૬ કિલોમીટર તરવાનો રેકૉર્ડ તેણે તોડ્યો હતો.
શેહાબ અલ્લામ
ઇજિપ્તના સ્વિમર શેહાબ અલ્લામે હાથમાં હાથકડી પહેરીને ૧૧ કિલોમીટર (૭ માઇલ) તર્યા બાદ નવો રેકૉર્ડ સ્થાપ્યો હતો. ઘણી વખત વિચિત્ર લાગતું હોવા છતાં તે હાથકડી પહેરીને તરતો. ૩૧ વર્ષના આ યુવાને લાંબા સમય સુધી પ્રૅક્ટિસ કરી હતી. ૨૦૨૧માં અમેરિકાના બેન્જામિન કેટઝમૅનનો હાથકડી પહેરીને ૮.૬ કિલોમીટર તરવાનો રેકૉર્ડ તેણે તોડ્યો હતો. શેહાબે ૧૧ કિલોમીટર તરવા માટે છ કલાકનો સમય લીધો હતો. આ સિદ્ધિ તેણે અરબી અખાતના પાણીમાં મેળવી હતી. સમગ્ર સમયગાળા દરમ્યાન તેણે હાથકડી પહેરી હતી. તેને સપોર્ટ બોટને સ્પર્શ કરવાની મંજૂરી નહોતી. તેણે આ રેકૉર્ડ મેળવવા માટે થાક અને પીડા સામે લડત આપી હતી. શેહાબે કહ્યું હતું કે તાલીમ દરમ્યાન હાથકડી હોય તો લોકો તેને જોતા રહેતા, આવું ન થાય એ માટે તે શાંત વિસ્તારમાં તરવાનું પસંદ કરતો હતો. ઘણી વખત તેનાં કાંડાં લાલ થઈ જતાં. તેમ છતાં તેણે પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

