અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પ જેવો દેખાતો એક માણસ પાકિસ્તાનમાં છે અને તેનું નામ સલીમ બગ્ગા છે અને તે પંજાબ પ્રાંતના સાહિવાલમાં રસ્તા પર ખીર-પુડિંગ વેચે છે.
સલીમ બગ્ગા
અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પ જેવો દેખાતો એક માણસ પાકિસ્તાનમાં છે અને તેનું નામ સલીમ બગ્ગા છે અને તે પંજાબ પ્રાંતના સાહિવાલમાં રસ્તા પર ખીર-પુડિંગ વેચે છે. આ ચીજો વેચવા માટે તે ગીત પણ ગાય છે. તેને જોઈને લોકો બોલી ઊઠે છે કે શું ડોનલ્ડ ટ્રમ્પ અહીં ખીર વેચવા આવ્યા છે?
૫૩ વર્ષનો સલીમ બગ્ગા રસ્તા પર લાકડામાંથી બનાવેલી અને સરસ રીતે સજાવેલી લારી પર ખીર વેચે છે. તેણે સલવાર-કમીઝ પર બ્લૅક રંગનું જૅકેટ પહેર્યું છે. પાકિસ્તાનમાં સાવ અલગ દેખાતા બ્લૉન્ડ બગ્ગાને જોવા માટે લોકો ઊમટી પડે છે. તે અલ્બનીઝ છે, પંજાબીમાં ગીતો ગાય છે અને ખીર વેચે છે. તેની ખીર સ્વાદિષ્ટ હોય છે. સલીમ બગ્ગાએ કહ્યું હતું કે મારો ચહેરો ડોનલ્ડ ટ્રમ્પ જેવો દેખાતો હોવાથી લોકો મારી સાથે સેલ્ફી લેતા હોય છે. આનાથી મને સારું લાગે છે. ટ્રમ્પસાહેબે ચૂંટણી જીતી લીધી છે, તેઓ હવે અહીં આવે અને મારી ખીર ચાખે, તેમને મજા પડશે.

