શિયાળ એટલે કે ફોક્સ અને કૂતરું એટલે કે ડૉગના ક્રોસ બ્રીડિંગથી આ પશુ પેદા થયું હોવાથી તેને ડોગ્ઝિમ નામ અપાયું છે
ડોગ્ઝિમને લઇને બ્રાઝિલની વેટરનરી લૅબમાં બહુ ઉત્સુકતા છે - તસવીર બ્રાઝિલ યુનિવર્સિટી
દુનિયામાં પહેલીવાર મળ્યો છે અનોખો જીવ. આ પ્રાણી છે અડધું શ્વાન અને અડધું શિયાળ. તેનો દેખાવ કૂતરાં અને શિયાળ બંન્નેને મળતો આવે છે. માહિતી અનુસાર બ્રાઝિલમાં એક કાર એક્સિડન્ટમાં આ પ્રાણીને વાગ્યું, તે એક માદા છે જે કૂતરાં અને શિયાળની ક્રોસબ્રિડ લાગે છે તેને ડૉગ્ઝિમ (Dogxim)નામ અપાયું છે. બ્રાઝિલમાં પહેલીવાર આવો વિચિત્ર જીવ મળ્યો છે. શિયાળ એટલે કે ફોક્સ અને કૂતરું એટલે કે ડૉગના ક્રોસ બ્રીડિંગથી આ પશુ પેદા થયું હોવાથી તેને ડોગ્ઝિમ નામ અપાયું છે. તે કારની સામે આવી જવાથી ઘાયલ થયું અને વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે આ પશુ એક માદા છે. હાલમાં તેની સારવાર અને તપાસ બંન્ને ચાલી રહ્યાં છે.
ડોગ્ઝિમનો જેનેટિક ડેટા ભેગો કરાઇ રહ્યો છે. પહેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ પશુની માતા એક શિયાળ હતી જે પૈમ્પાસ જાતીની હતી પણ તેના પિતા એક પાળતુ શ્વાન હતો. વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે તેમાં કૂતરા અને શિયાળ બંન્નેના જિનેટિક લક્ષણો છે અને આ કારણે જે તેના શરીરનો આકાર, રંગ બધું એક સાથે વર્તાય છે. તેનો વહેવાર પણ શિયાળ અને કુતરાં બંન્ને પ્રાણી સાથે મળતો આવે છે. વૈજ્ઞાનિકો આ અંગે વધુ તપાસ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
તેના કાન અણીદાર, મોટાં અને ફર વાળા છે તો મોં નાળચા જેવું લાંબુ છે, ક્રોસ બ્રીડ હોવા છતાં તે માણસોથી દૂર નથી ભાગતું અને તેને માણસોના સહવાસમાં રહેવાનું ગમે છે. તે તેની સારવાર અને તપાસ કરનારાઓના ખોળામાં બેસી રહે છે અને તેને પંપાળીએ કે વ્હાલથી ટપલી મારીએ તો તે રમવા માંડે છે. વૈજ્ઞાનિકોએ તેને જે ખાવાનું આપ્યું તે તો તેણે ન ખાધું પણ તેણે જીવતા ઊંદર ખાઈને પેટ ભર્યું. તે ભસે છે પણ કૂતરાંની માફક અને રમકડાથી પણ રમે છે પણ ચાલવાને મામલે તેની લઢણ શિયાળ જેવી છે. ઘાયલ ડોગ્ઝિમની સારવાર કરનાર ફ્લાવિયા ફરારીએ કહ્યું છે કે આ બહુ મજાનું પશું છે. હાઇબ્રિડ હોવા છતાં તે કમાલ છે અને જંગલી કુતરાંમાં હોય તેવી આક્રમકતા તેનામાં નથી, તે બને ત્યાં સુધી સામેથી લોકો પાસે નથી જતી અને શરમાળ પ્રકૃતિ ધરાવે છે.
સારવાર દરમિયાન તે વેટનરી લૅબના ડૉક્ટરો સાથે હળી મળી ગઇ છે. કુતરા અને શિયાળ વચ્ચે ક્રોસબ્રીડિંગ થયું હોવાનો આ પહેલો મામલો છે. જેનેટિક ટેસ્ટ અનુસાર તેનામાં 76 ક્રોમોઝોમ્સ છે જ્યારે શિયાળમાં 74 અને કુતરામાં 78 ક્રોમોઝોમ હોય છે અને આ કારણે જ આ બંન્ને વચ્ચેનો આંકડો આ ક્રોસબ્રીડ ડોગ્ઝિમમાં જોવા મળે છે. ડૉક્ટરોની ટીમે આ પશુ અંગે એનિમલ જર્નલમાં પણ રિપોર્ટ જાહેર કર્યો છે.

