સ્પેનના દરિયાકાંઠે સોમવારે યુરોપિયન ડૉગ સર્ફિંગ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી
અજબગજબ
સર્ફિંગ વખતે બોર્ડ પર દરેક ડૉગ સાથે એના માલિક પણ હોય છે
દરિયાની લહેરો પર સર્ફિંગ કરવામાં માત્ર માણસો જ પાવરધા હોય એ જરૂરી નથી. સ્પેનના દરિયાકાંઠે સોમવારે યુરોપિયન ડૉગ સર્ફિંગ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં ડૉગીઓએ દરિયાની લહેરો પર સર્ફિંગ કર્યું હતું. આ કૉમ્પિટિશનમાં યુરોપના વિવિધ દેશના ડૉગી આવ્યા હતા. સર્ફિંગ વખતે બોર્ડ પર દરેક ડૉગ સાથે એના માલિક પણ હોય છે. કૉમ્પિટિશનમાં ભાગ લેનાર
બાલુ અને ઘોસ્ટ નામના ડૉગી ૧૦થી વધારે વખત કૉમ્પિટિશન જીતી ચૂક્યા છે.