નદી જે વિસ્તારમાંથી વહે છે ત્યાં ભાગ્યે જ વસ્તી છે અને આમ બન્ને છેડાને કનેક્ટ કરવા મોટા રોડ ન હોવાથી બ્રિજની આવશ્યકતા નથી
ઍમેઝૉન નદી
ઍમેઝૉન નદી એના પાણીના પ્રવાહની દૃષ્ટિએ કે પછી પાણીના વિસર્જનની માત્રાની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી નદી છે. ૯ દેશમાંથી વહેતી ૬૪૦૦ કિલોમીટર લાંબી અને વિશાળ ઍમેઝૉન નદી સાઉથ અમેરિકાના લગભગ ૪૦ ટકા જેટલા વિસ્તારને આવરી લે છે. જોકે આમ છતાં આ નદી પર એક પણ બ્રિજ બંધાયો નથી. નાની નદીઓ અને જળમાર્ગો પર અનેક પુલ હોય છે, પણ આ વિશાળ નદી પર એક પણ બ્રિજ નથી એ અસામાન્ય બાબત છે.
વિશાળ ઍમેઝૉન નદી પર એક પણ બ્રિજ શા માટે નથી એનું કારણ આપતાં સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી ઝ્યુરિચ ખાતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ (કૉન્ક્રીટ સ્ટ્રક્ચર્સ અને બ્રિજ ડિઝાઇન)ના અધ્યક્ષ વૉલ્ટર કૉફમૅને જણાવ્યું કે ઍમેઝૉન નદી પર બ્રિજની આવશ્યકતા જ નથી.
ADVERTISEMENT
સૌપ્રથમ તો નદી જે વિસ્તારમાંથી વહે છે ત્યાં ભાગ્યે જ વસ્તી છે અને આમ બન્ને છેડાને કનેક્ટ કરવા મોટા રોડ ન હોવાથી બ્રિજની આવશ્યકતા નથી. બીજું, જે મોટાં શહેરોમાંથી આ નદી વહે છે ત્યાં નદીના એક કિનારેથી બીજા કિનારે જવા માટે ટ્રાન્સપોર્ટ સુવિધાઓથી સુસજ્જ હોવાથી બ્રિજ જરૂરી નથી. સૌથી મહત્ત્વનું કારણ એ પણ છે કે ઍમેઝૉન નદી પર બ્રિજની માગ ઊઠી જ નથી. તક્નિકી અને લૉજિસ્ટિકલ મુશ્કેલીઓ ઉપરાંત ભારે નાણાકીય રોકાણની જરૂર અને અન્ય કારણો બ્રિજ ન બનવા માટે જવાબદાર છે.

