દિલ્હી-NCRમાં ગરમી વધી રહી છે ત્યારે દિલ્હી યુનિવર્સિટીની લક્ષ્મીબાઈ કૉલેજનાં પ્રિન્સિપાલ પ્રત્યુષ વત્સલાનો વિડિયો વાઇરલ થયો છે. પ્રિન્સિપાલમૅડમ પોતે ખુરસી પર ચડીને ક્લાસરૂમની દીવાલો પર ગોબર ચોપડી રહ્યાં છે. કહેવું છે કે ગરમીથી બચવાનો આ દેશી નુસખો છે
વાયરલ વિડીયોનો સ્ક્રીનગ્રૅબ
દિલ્હી-NCRમાં ગરમી વધી રહી છે ત્યારે દિલ્હી યુનિવર્સિટીની લક્ષ્મીબાઈ કૉલેજનાં પ્રિન્સિપાલ પ્રત્યુષ વત્સલાનો એક વિડિયો વાઇરલ થયો છે. પ્રિન્સિપાલમૅડમ પોતે ખુરસી પર ચડીને ક્લાસરૂમની દીવાલો પર ગોબર ચોપડી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ગરમીથી બચવાનો આ દેશી નુસખો છે. આ નુસખો તેમણે કૉલેજના ટીચર્સના ગ્રુપમાં શૅર કરીને લખ્યું હતું કે ‘સી-બ્લૉકમાં ગરમીની ફરિયાદ દૂર કરવા માટે દેશી નુસખો અપનાવ્યો છે. જલદી આ રૂમ નવા રૂપમાં જોવા મળશે. ટીચિંગના અનુભવને વધુ આરામદાયક બનાવવાની આ એક કોશિશ છે.’
ગામડાંઓમાં ગરમીથી રાહત મેળવવા માટીથી બનેલાં ઘરોમાં ગોબરનો ઉપયોગ રાહત આપે છે. જોકે શહેરોમાં અને એ પણ યુનિવર્સિટીમાં આવા નુસખાને બહુ લોકો સ્વીકારી નથી રહ્યા. કૉલેજની વિદ્યાર્થી સંઘની એક નેતાનું કહેવું છે કે ગોબરવાળા ક્લાસમાં ભણવાનું કેવી રીતે સંભવ બનશે?

