સોશ્યલ મીડિયા પર યુઝર્સ એવી કમેન્ટ કરી રહ્યા છે કે ‘આ કામ તો ભારતમાં AAI (આઈ) એટલે કે મમ્મી વર્ષોથી કરતી આવી છે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
આજે માણસે યોગ્ય પાત્ર શોધવા માટે બહુ લાંબા થવું પડતું નથી, કેમ કે એ કામ ઑનલાઇન ડેટિંગ ઍપ્સ કરી દે છે. ભવિષ્યમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ડેટિંગની પ્રક્રિયાને વધુ આધુનિક અને સરળ બનાવી દેશે. જાણીતી ડેટિંગ ઍપ ‘બમ્બલ’નાં ફાઉન્ડર વ્હિટની વૉલ્ફ હર્ડે તાજેતરમાં કહ્યું કે ‘ભવિષ્યમાં તમને ૬૦૦ લોકો સાથે વાત કરવાની જરૂર નહીં પડે, કેમ કે આ કામ AI કરશે. તમારે ફક્ત AIએ પસંદ કરેલી બે-ચાર વ્યક્તિને જ મળવાનું રહેશે.’ વ્હિટનીબહેનની આ વાત સાંભળીને ભારતીયોને બિલકુલ નવાઈ નથી લાગી. સોશ્યલ મીડિયા પર યુઝર્સ એવી કમેન્ટ કરી રહ્યા છે કે ‘આ કામ તો ભારતમાં AAI (આઈ) એટલે કે મમ્મી વર્ષોથી કરતી આવી છે. પુત્ર કે પુત્રી માટે યોગ્ય પાત્ર શોધવા માટે ‘આઈ’ બીજી ‘આઈ’ને મળીને બેસ્ટ મૅચ કરી લે છે! ભારતમાં પહેલાંથી જ અરેન્જ્ડ મૅરેજ નામની આ ટેક્નિક છે. તમે માત્ર ભારતના આઇડિયાને રીસાઇકલ કરી રહ્યાં છો.’