તેણે હવાઈ ટાપુ પરના સક્રિય જ્વાળામુખી પાસે આગની લપેટોની લગોલગ જઈને પ્રપોઝ કર્યું. ભલું થજો કે આટલું જોખમ લીધા પછી ગર્લફ્રેન્ડે હા પાડી દીધી.
ધગધગતા જ્વાળામુખી પાસે કર્યો પ્રેમનો એકરાર
પ્રેમિકાને ક્યાં અને કેવી રીતે પ્રપોઝ કરવામાં આવે તો એ યાદગાર બની રહે એના ક્રેઝી આઇડિયાઝ જુવાનિયાઓને બહુ સતાવતા હોય છે. જોકે એક જુવાને તો હદ જ કરી નાખી. તેણે હવાઈ ટાપુ પરના સક્રિય જ્વાળામુખી પાસે આગની લપેટોની લગોલગ જઈને પ્રપોઝ કર્યું. ભલું થજો કે આટલું જોખમ લીધા પછી ગર્લફ્રેન્ડે હા પાડી દીધી. સોશ્યલ મીડિયા પર લોકોને આવી જોખમી પ્રપોઝલ ગમી ગઈ હતી.

