આ સ્વર્ગ નહીં, સ્વિટ્ઝરલૅન્ડના બરફીલા પહાડો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અત્યારે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ છે ત્યારે એક કપલે બરફીલા પહાડોની વચ્ચે લગ્ન કરીને લોકોને આશ્ચર્યમાં નાખી દીધા હતા. આ કપલે વેડિંગ માટે સ્વિટ્ઝરલૅન્ડના ઝર્મેટ પર પસંદગી ઉતારી હતી જે દરિયાની સપાટીથી ૨૨૨૨ મીટરની ઊંચાઈએ છે. બરફની ચાદર વચ્ચે સફેદ આઉટફિટમાં સજ્જ દુલ્હને એક લક્ઝરી સ્કી શૅલે સાથે એન્ટ્રી કરી હતી. આ દુલ્હન બરફની એક મોટી પેટીમાં કેદ હતી અને બાદમાં કોઈ પરીની જેમ એમાંથી બહાર નીકળી હતી. તો વાયોલિનવાદક અને ડાન્સર્સ કોઈ સ્નો-એન્જલ જેવા લાગતા હતા. સ્વર્ગમાં લગ્નની કલ્પના કરો તો કદાચ આવાં જ દૃશ્યો સર્જાતાં હશે.

