મહિલાએ આ મેસેજનો સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયામાં શૅર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે આ નિર્દેશ અજીબ નથી? શું આવો નિયમ યોગ્ય છે?
પ્રતીકાત્મક તસવીર
એક ભારતીય સ્ટાર્ટઅપ કંપનીમાં કામ કરતી મહિલાએ પોતાની કંપનીના હ્યુમન રિસોર્સ (HR) ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલી એક ઈ-મેઇલની વિગતો સોશ્યલ મીડિયામાં શૅર કરીને ચર્ચા જગાવી છે. ઘણી કંપનીઓમાં દર વીકે કે દર મહિને ચોક્કસ ફ્રાઇડેના દિવસે ખાસ ટીમ બિલ્ડિંગ ઍક્ટિવિટી કરાવવામાં આવે છે. આ ભારતીય કંપનીમાં ટ્રેડિશનલ ફ્રાઇડે મનાવાય છે. મહિલાએ કહ્યું હતું કે તેને HR ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી ઈ-મેઇલમાં કહેવાયું હતું કે દર ફ્રાઇડે કર્મચારીઓ ફૉર્મલ નહીં, ટ્રેડિશનલ કપડાં પહેરીને આવે એવી અપેક્ષા છે. જેઓ આનું પાલન નહીં કરે તેમણે દંડ ભરવો પડશે. સામાન્ય કર્મચારીને ૧૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે અને સિનિયર મૅનેજમેન્ટના સભ્યોએ ૫૦૦ રૂપિયા આપવા પડશે. આ પહેલમાંથી એકત્ર થયેલી રકમ કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી ફન્ડમાં જમા કરાવવામાં આવશે.
મહિલાએ આ મેસેજનો સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયામાં શૅર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે આ નિર્દેશ અજીબ નથી? શું આવો નિયમ યોગ્ય છે? આવા નિયમને કાયદાની જેમ લાગુ કરાય?


