ક્લાસરૂમમાં પણ તે લઘુતાગ્રંથિથી પીડાતી હતી.
Offbeat
ચીનમાં રહેતી ઝોઉ ચુના
તમે કોઈ સેલિબ્રિટીના ફૅન હો તો વધુમાં વધુ તેની હેરસ્ટાઇલ અને લુક કૉપી કરો, પણ ચીનમાં તો ૧૮ વર્ષની એક છોકરીએ તેની ફેવરિટ ઍક્ટ્રેસ જેવી દેખાવા માટે ૧૦૦ વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી! પૂર્વ ચીનમાં રહેતી ઝોઉ ચુના ૧૩ વર્ષની હતી ત્યારથી જ ચાઇનીઝ અભિનેત્રી એસ્થર યુ જેવી દેખાવા માટે સર્જરી કરાવવા માંડી હતી. બાળપણથી પોતાના ‘લુક’ને લઈને કૉન્શિયસ એવી આ છોકરીને તેનાં સગાં એવું કહેતાં કે તે તેની મમ્મી જેટલી સુંદર નથી લાગતી. ક્લાસરૂમમાં પણ તે લઘુતાગ્રંથિથી પીડાતી હતી. ૧૩ વર્ષે ડબલ આઇલીડ સર્જરીથી શરૂઆત કરનાર ઝોઉએ ૧૮ વર્ષની થઈ ત્યાં સુધી રાઇનોપ્લાસ્ટી અને બોન શેવિંગ સુધીની સર્જરી કરાવી છે. ઝોઉના પેરન્ટ્સને તેનું આ ઑબ્સેશન ગમતું નથી, તો પણ ૧૦૦ જેટલી સર્જરી પાછળ તેણે ૪.૬ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ડૉક્ટરોએ પણ એટલે સુધી કહી દીધું કે તું જો હવે વધુ સર્જરી કરાવશે તો એનાં ગંભીર પરિણામ આવી શકે છે.