ગેરકાયદે બિઝનેસ કરવા બદલ એક વર્ષની જેલ ઉપરાંત સાડાપાંચ લાખ રૂપિયાનો દંડ થયો હતો.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર બિઝનેસ વધારવા માટે કેટલાક લોકો ફેક ફૉલોઅર્સ અને ફેક વ્યુઝ વધારતી ટેક્નિકનો ઉપયોગ કરે છે. જોકે ચીનમાં એક માણસે ૪૬૦૦ ફોનમાંથી ફેક લાઇવ સ્ટ્રીમ વ્યુઝ ઊભા કર્યા હતા અને ચાર મહિનામાં ૩.૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વૅન્ગ નામની વ્યક્તિએ બ્રશિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો, જેમાં રિયલ-ટાઇમ ઍક્ટિવિટી ફેક હોય છે. લોકો ફેક વ્યુઝ, લાઇક અને કમેન્ટ તથા શૅરથી પોતાની રીચ વધારે છે. વૅન્ગે ૪૬૦૦ ફોન ૭૭ રૂપિયા પ્રતિ દિવસના ચાર્જથી ખરીદ્યા અને એને સૉફ્ટવેર સાથે કનેક્ટ કર્યા હતા. ત્યાર બાદ એક ટેક કંપની પાસેથી નેટવર્કિંગ સર્વિસ ખરીદીને બધા ફોનને એકસાથે લાઇવ સ્ટ્રીમમાં જોડ્યા હતા. જોકે વૅન્ગને ગેરકાયદે બિઝનેસ કરવા બદલ એક વર્ષની જેલ ઉપરાંત સાડાપાંચ લાખ રૂપિયાનો દંડ થયો હતો.