કાઈ ગુઓ-કિઆંગે આ પહેલાં બે વખત સ્કાયલૅડર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
અજબ ગજબ
વાઇરલ વિડિયોની તસવીર
આપણે વડીલોના મોઢે ઘણી વાર ‘સ્વર્ગની સીડી’ શબ્દો સાંભળીએ છીએ. ચીનના એક આર્ટિસ્ટે પોતાનાં દાદીને શ્રદ્ધાંજલિ આપવા માટે ફટાકડાથી ખરેખર આકાશને આંબતી સીડી બનાવી હતી. ચાઇનીઝ ફાયરવર્ક્સ આર્ટિસ્ટ કાઈ ગુઓ-કિઆંગે આ આર્ટ ઇન્સ્ટૉલેશનનું પ્રદર્શન આમ તો ૧૦ વર્ષ પહેલાં કર્યું હતું, પણ એનો વિડિયો હવે વાઇરલ થયો છે. વિડિયો શૅર કરનારે લખ્યું હતું કે ‘ચીનના આર્ટિસ્ટ અને પાયરોટેક્નિક એક્સપર્ટે આ સ્વર્ગની સીડી બનાવી છે. અદ્ભુત.’ ૧૬૫૦ ફુટ લાંબી આ સ્કાયલૅડરમાં કૉપર વાયર અને ગન પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એને ઊડતા હૉટ ઍર બલૂનમાંથી સળગાવવામાં આવી હતી. કાઈ ગુઓ-કિઆંગે આ પહેલાં બે વખત સ્કાયલૅડર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.