૨૧ કિલોમીટરની આ હાફ મૅરથૉનમાં ૧૨,૦૦૦ ઍથ્લીટ્સ અને ડઝનબંધ હ્યુમનૉઇડ રોબો દોડશે અને પહેલા ત્રણ સ્થાને માણસ કે રોબો જે આવશે એને ઇનામ આપવામાં આવશે.
વર્લ્ડની ફર્સ્ટ હ્યુમન રોબો હાફ મૅરથૉન
માણસે રોબો બનાવ્યો અને હવે રોબો જ માણસ સાથે હરીફાઈ કરશે એવી ઘટના એપ્રિલમાં ચીનના બીજિંગના ડેક્સિંગ ડિસ્ટ્રિક્ટમાં બનશે, જેમાં અત્યાર સુધી ક્યારેય ન જોવા મળેલી હાફ મૅરથૉન જોવા મળશે. એમાં માણસો અને માણસે બનાવેલા હ્યુમનૉઇડ રોબો એકમેક સાથે હરીફાઈ કરશે. ૨૧ કિલોમીટરની આ હાફ મૅરથૉનમાં ૧૨,૦૦૦ ઍથ્લીટ્સ અને ડઝનબંધ હ્યુમનૉઇડ રોબો દોડશે અને પહેલા ત્રણ સ્થાને માણસ કે રોબો જે આવશે એને ઇનામ આપવામાં આવશે.
બીજિંગ ઈ ટાઉન દ્વારા આયોજિત આ યુનિક મૅરથૉનમાં ૨૦ કંપનીઓએ પ્રમાણિત કરેલી ડિઝાઇન અનુસાર હ્યુમન ફૉર્મમાં ચાલી શકે અને દોડી શકે એવા વ્હીલ વિનાના રોબો ભાગ લઈ શકશે. આ રેસમાં ફુલ્લી ઑટોમૅટિક રોબો એલિજિબલ ગણાશે અને ઑપરેટર્સ જરૂર પડે તો બૅટરી બદલી શકશે. સૌથી મોટું આકર્ષણ ‘ટિયનગોંગ’ નામનો AI રોબો છે જે ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.

