રાતે મોડે સુધી જાગવું, સવારે સૂરજ માથે ચડી જાય ત્યાં સુધી સૂવું, મોડી રાતે જન્ક ફૂડનો નાસ્તો કરવો. એમ છતાં માજીની ઉંમર ૧૦૧ વર્ષ થઈ ગઈ છે
આ માજી ૭ સંતાનોનાં માતા છે અને હવે તો પૌત્ર-પૌત્રી અને પરપૌત્ર અને પરપૌત્રીઓની પણ હારમાળા છે.
ચીનમાં ૧૦૧ વર્ષનાં ઝિયાન્ગ યુકિન નામનાં માજી એ દરેક ખરાબ આદત ધરાવે છે જેને આપણે ખોટી અથવા તો ખરાબ લાઇફસ્ટાઇલ કહીએ છીએ. રાતે મોડે સુધી જાગવું, સવારે સૂરજ માથે ચડી જાય ત્યાં સુધી સૂવું, મોડી રાતે જન્ક ફૂડનો નાસ્તો કરવો. એમ છતાં માજીની ઉંમર ૧૦૧ વર્ષ થઈ ગઈ છે. તેઓ પોતાની લાંબી ઉંમર માટે સારી ઊંઘ, રોજ ગ્રીન ટી અને ધીમે-ધીમે ખાવાની આદત ઉપરાંત શાંતિ અને હંમેશાં પૉઝિટિવિટી પર ફોકસ કરવાને શ્રેય આપે છે. ૧૦૧ વર્ષનાં માજીનો મંત્ર છે કે સ્ટ્રેસ-ફ્રી વિચારધારા રાખીને જીવવું. આ ઉંમરે પણ તેમના બધા દાંત સાબૂત છે. આ માજી ૭ સંતાનોનાં માતા છે અને હવે તો પૌત્ર-પૌત્રી અને પરપૌત્ર અને પરપૌત્રીઓની પણ હારમાળા છે. એમ છતાં માજી ખરાબ લાઇફસ્ટાઇલ સાથે જ સ્વસ્થ અને મસ્ત જીવન જીવી રહ્યાં છે.


