સોનું નાખતાં જ પીગળીને શુદ્ધતાની પરખ કરીને ૩૦ મિનિટમાં પૈસા બૅન્કમાં જમા થઈ જશે
સોશ્યલ મીડિયા પર ગોલ્ડ ATMનો વિડિયો વાઇરલ થયો છે
ચીનમાં નવું ખૂલેલું ગોલ્ડ ઑટોમેટેડ ટેલર મશીન (ATM) આજકાલ ચર્ચામાં છે. આ મશીન સોનું વેચવાની પ્રક્રિયાને એકદમ સરળ કરી દે છે એવો દાવો થાય છે. આ મશીનમાં તમે સોનું નાખો એટલે એની શુદ્ધતાની પરખ કરીને એમાં કેટલું સોનું છે એની તપાસ થાય. આ માટે તમે જેકોઈ દાગીના કે લગડી નાખી હોય એ પીગળી જાય. દાગીના પીગળીને એની અંદર જેટલા ટકા શુદ્ધ સોનું હોય એની જે-તે દિવસની સોનાની કિંમત મુજબ રકમ તમારા બૅન્ક-અકાઉન્ટમાં જમા થઈ જાય. આ માટે મશીનને લગભગ ૩૦ મિનિટનો સમય લાગે છે. કિંગહૂડ ગ્રુપ દ્વારા સંચાલિત આ ટેક્નિકમાં કોઈ કાગળની પ્રક્રિયા કરવાની નથી. સોનાની કિંમત વધી ગઈ હોવાથી અનેક લોકો એમાં સોનું વેચીને રોકડી કરવા આવી રહ્યા છે. એને કારણે આ મશીન માટે અપૉઇન્ટમેન્ટ લેવી પડે છે.
સોશ્યલ મીડિયા પર ગોલ્ડ ATMનો વિડિયો વાઇરલ થયો છે. એમાં સોનું વેચવાનું એકદમ સિમ્પલ થઈ ગયું છે. મશીનમાં સોનાનું ઘરેણું નાખો એટલે એનું વજન થાય. એ પછી ઘરેણું અંદર ગયા પછી પીગળીને એમાંથી શુદ્ધ સોનું અલગ થાય. એનું વજન અને શુદ્ધતાના આધારે એની આજના ભાવ મુજબની કિંમત સ્ક્રીન પર દેખાય અને અડધો કલાકમાં જ એ રકમ બૅન્કમાં ટ્રાન્સફર થઈ જાય. જોકે આ માટે ઓછામાં ઓછું ત્રણ ગ્રામ સોનું હોવું જરૂરી છે અને એની શુદ્ધતા ૫૦ ટકા કે એથી વધુની હોવી જોઈએ. કેમ કે સોનું મશીનમાં પીગળે છે. આ માટે સોનું વેચનારે સોનાનું
કે માલિકીનું પ્રમાણપત્ર બતાવવું પડતું નથી.
