૨૦૦૦ વર્ષથી વધુ સમય પહેલાંથી અહીં ડ્રૅગન શેપનો ચહેરો ધરાવતી લાકડાની નાવડીઓ લઈને રેસ થતી આવી છે.
ડ્રૅગન બોટ રેસ
ચીન અને હૉન્ગકૉન્ગમાં જૂનમાં બહુ મોટા પાયે ડ્રૅગન બોટ ફેસ્ટિવલ યોજાય છે. ૨૦૦૦ વર્ષથી વધુ સમય પહેલાંથી અહીં ડ્રૅગન શેપનો ચહેરો ધરાવતી લાકડાની નાવડીઓ લઈને રેસ થતી આવી છે. કહેવાય છે કે ૨૭૮ બિફોર ક્રાઇસ્ટમાં ક્યુ યુઆન નામના કવિએ એ સમયના રાજવીઓ દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે પ્રોટેસ્ટ કરવા જળસમાધિ લીધી હતી. આ બોટ રેસ થવાનું બીજું પણ કારણ છે. ચાઇનીઝ લુનાર કૅલેન્ડરમાં પાંચમા મહિનાની શરૂઆત થાય ત્યારે આ ફેસ્ટિવલ થાય છે કેમ કે પાંચમા મહિનાને આખા વર્ષનો સૌથી અનલકી મહિનો માનવામાં આવે છે. આ રેસ દરમ્યાન નાનાં બાળકોને તેમની મમ્મીઓ પાંચ રંગવાળા સિલ્કના દોરા હાથમાં બાંધે છે.

