ખૈરાગઢના ચમન ડકાલિયાનો ૨૩ ઑક્ટોબરે જન્મદિવસ હતો એટલે પિકઅપ ટ્રકમાં ૨૦૦૦ કિલો ફળ અને શાકભાજી લઈને તે મનોહર ગૌશાળા પહોંચ્યો હતો.
ફળો અને શાકભાજીની સુંદર રંગોળી બનાવીને ૨૦૦ ગૌમાતાને બર્થ-ડે પાર્ટી આપી
છત્તીસગઢના યુવાને ગૌસેવા કરીને જન્મદિવસ ઊજવ્યો હતો. ખૈરાગઢના ચમન ડકાલિયાનો ૨૩ ઑક્ટોબરે જન્મદિવસ હતો એટલે પિકઅપ ટ્રકમાં ૨૦૦૦ કિલો ફળ અને શાકભાજી લઈને તે મનોહર ગૌશાળા પહોંચ્યો હતો. ત્યાં ફળો અને શાકભાજીની સુંદર રંગોળી બનાવીને ૨૦૦ ગૌમાતાને બર્થ-ડે પાર્ટી આપી હતી. રંગોળી કરતાં તેને ૯ કલાક લાગ્યા હતા. ચનમ આ રીતે ૯ વર્ષથી ગૌશાળામાં જ જન્મદિવસ ઊજવે છે. એક વાર ૧૦૦ રોટલી બનાવીને લઈ ગયો હતો. એક વાર ગોળ અને રોટલી લઈ ગયો હતો. ડ્રાયફ્રૂટની પાર્ટી પણ આપી હતી. તેના કાકા પદ્મ ડકાલિયાએ ગૌસેવા માટે ગૌશાળા શરૂ કરી હતી અને ત્યારથી ચમનને પણ ગૌમાતાની સેવામાં રસ જાગ્યો છે.

