રેમીનું કહેવું છે કે તે પીડાથી ડરતો નથી અને તેણે એવી જગ્યાએ પણ ટૅટૂ કરાવ્યાં છે જે લોકોને દેખાય પણ નહીં.
વાઇરલ વિડિયોની તસવીર
ટૅટૂ ભલે દેખાવમાં ટ્રેન્ડી કે કૂલ લાગે, પણ એની પાછળ ટૅટૂ-લવર્સ ઘણી પીડા સહન કરતા હોય છે. ઘણા તો આખા શરીર પર ટૅટૂ કરાવતા હોય છે. કૅનેડાના એક ભાઈ ટૅટૂના એટલા દીવાના છે કે તેમના શરીર પર બહુ ઓછો ભાગ એવો બચ્યો છે જ્યાં ટૅટૂ ન હોય. રેમી નામના આ ભાઈનું કહેવું છે કે આખી બૉડી પર ટૅટૂ કરાવતી વખતે સૌથી વધુ પીડા તેના નિતંબની અંદર થઈ હતી! રેમીની ટૅટૂ-યાત્રા ૧૫ વર્ષ પહેલાં ૨૦૦૯માં દીકરાનું નામ ચીતરાવીને થઈ હતી. તેણે ચહેરાનો અમુક ભાગ, કાન, હથેળી અને પગના તળિયાને બાદ કરતાં આખા શરીરને ટૅટૂથી ભરી દીધું છે. ૨૦૨૨ સુધીમાં તેણે ટૅટૂ-આર્ટ પાછળ લગભગ ૧ લાખ ડૉલર (૮૦ લાખ રૂપિયા) ખર્ચી નાખ્યા છે. રેમીનું કહેવું છે કે તે પીડાથી ડરતો નથી અને તેણે એવી જગ્યાએ પણ ટૅટૂ કરાવ્યાં છે જે લોકોને દેખાય પણ નહીં.

