રેકૉર્ડ બનાવ્યા બાદ કેટલાક સ્પર્ધકોએ એ જ સ્થિતિમાં સ્પર્ધા ચાલુ રાખી હતી, કારણ કે કૉમ્પિટિશનમાં વિજેતાને નવી કાર મળવાની હતી.
ઈવેન્ટની તસવીર
એશિયન દેશ કમ્બોડિયાએ સૌથી વધુ લોકો દ્વારા એક જ સમયે ‘બ્રાઇડલ કૅરી’ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આ ઇવેન્ટ ૮ માર્ચની રાત્રે યોજાઈ હતી, જ્યાં ૨૪૫ પુરુષોએ પોતાના પાર્ટનરને તેડીને એક મિનિટ સુધી એક જ જગ્યાએ ઊભા રહેવાનું હતું. રેકૉર્ડ બનાવનારા ૨૪૫ યુવાનો અને વૃદ્ધોએ પોતાની પત્ની, ગર્લફ્રેન્ડ, માતા અને બહેનો સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રેકૉર્ડ બનાવ્યા બાદ કેટલાક સ્પર્ધકોએ એ જ સ્થિતિમાં સ્પર્ધા ચાલુ રાખી હતી, કારણ કે કૉમ્પિટિશનમાં વિજેતાને નવી કાર મળવાની હતી. ઍક્ચ્યુઅલી ‘બ્રાઇડલ કૅરી’ નામ તો સિમ્બૉલિકલી રાખવામાં આવ્યું છે, કારણ કે અમુક કલ્ચરમાં દુલ્હો પોતાની દુલ્હનને ઊંચકીને નવા ઘરમાં પ્રવેશ કરે છે.


