સ્થાનિકોએ સાંઢને પાછો છત પરથી નીચે લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ બધું જ નાકામ થતાં હાપુડ નગરપાલિકાને જાણ કરવામાં આવી
બીજા માળની છત પર ચડી ગયેલા ભારેખમ સાંઢને ઉતારવા ક્રેન વાપરવી પડી
ઉત્તર પ્રદેશના હાપુડ ગામના શિવપુરી મહોલ્લામાંની સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે એક સાંઢ ઘરમાં ઘૂસીને છત પર ચડી ગયો. લગભગ બીજા માળની છત પર પહોંચી ગયેલા સાંઢને જોવા માટે મહોલ્લામાં જબરી હલચલ મચી ગઈ હતી. સ્થાનિકોએ સાંઢને પાછો છત પરથી નીચે લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ બધું જ નાકામ થતાં હાપુડ નગરપાલિકાને જાણ કરવામાં આવી. પાલિકાના અધિકારીઓ ક્રેન લઈને આવ્યા અને સાંઢને રસ્સીથી બાંધીને નીચે ઉતાર્યો ત્યારે મામલો થાળે પડ્યો.


