Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ક્રિસમસ ટ્રી માર્ગ બનાવીને અનોખો રેકૉર્ડ સ્થાપિત કર્યો

ક્રિસમસ ટ્રી માર્ગ બનાવીને અનોખો રેકૉર્ડ સ્થાપિત કર્યો

Published : 25 December, 2023 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક બ્રિટિશ વ્યક્તિએ ક્રિસમસ ટ્રી માર્ગ બનાવીને અનોખો રેકૉર્ડ સ્થાપિત કર્યો છે. તેણે ૮૦૦ જેટલાં રીસાઇકલ્ડ વૃક્ષનો ઉપયોગ કરતાં આ ક્રિસમસ ટ્રી માર્ગ બનાવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર

Offbeat

પ્રતીકાત્મક તસવીર


એક બ્રિટિશ વ્યક્તિએ ક્રિસમસ ટ્રી માર્ગ બનાવીને અનોખો રેકૉર્ડ સ્થાપિત કર્યો છે. તેણે ૮૦૦ જેટલાં રીસાઇકલ્ડ વૃક્ષનો ઉપયોગ કરતાં આ ક્રિસમસ ટ્રી માર્ગ બનાવ્યો હોવાનું જાણવા મળે છે. તેણે આ વિશે વાત કરતાં જણાવ્યું કે અમે છેલ્લા ઘણા મહિનાથી આ માટેનું આયોજન કરી રહ્યા હતા. અગાઉ અમેરિકામાં ૭૯૭ વૃક્ષનો રેકૉર્ડ હતો. એ માટે અમે કપલને મળ્યા હતા, જેઓ ક્રિસમસ ટ્રી આયાત કરતાં હતાં. અમે જણાવ્યું કે જે સ્ટૉક બચ્યો હશે એ અમે લઈ જઈશું. આ રીતે એક પછી એક ક્રિસમસ ટ્રી ઉમેરાતાં ગયાં. કેટલાંક વૃક્ષ યુકેના એક ફાર્મમાંથી લવાયાં હતાં. આ ક્રિસમસ ટ્રી દર વર્ષે લગભગ એક ફુટ જેટલાં વધે છે. જો તમે ૭ ફુટનું ક્રિસમસ ટ્રી જોયું હોય તો એમાં ૭ વર્ષ લાગ્યાં હોવાં જોઈએ. અમે વૃક્ષ બચાવ્યાં છે. એ માટે પબ્લિક અમારી મદદ પણ કરશે. વૃક્ષ માટે કશું કરવા માટેનો લોકોનો અનુભવ પણ સારો રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2023 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK