Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ પ્રેમિકાનાં લગ્નમાં ગયેલા યુવકે ગિફ્ટ આપીને ફોટો પડાવ્યો, પછી વરરાજા પર ચાકુ વડે હુમલો કર્યો

ભૂતપૂર્વ પ્રેમિકાનાં લગ્નમાં ગયેલા યુવકે ગિફ્ટ આપીને ફોટો પડાવ્યો, પછી વરરાજા પર ચાકુ વડે હુમલો કર્યો

21 May, 2024 10:49 AM IST | Chittorgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરરાજાએ સાફો પહેર્યો હોવાથી તે બચી ગયો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


રાજસ્થાનમાં એક લગ્નસમારોહમાં આનંદનો માહોલ ભયમાં પલટાઈ ગયો હતો, કેમ કે દુલ્હનના ભૂતપૂર્વ પ્રેમીએ વરરાજા પર અચાનક ચાકુ વડે હુમલો કર્યો હતો. ચિત્તોડગઢ જિલ્લાની નજીક ભીલવાડામાં લગ્નવિધિ પતાવીને વર-કન્યા સ્ટેજ પર બેઠાં હતાં એ દરમ્યાન તેમને શુભેચ્છા આપવાના બહાને એક યુવક હાથમાં ગિફ્ટ લઈને સ્ટેજ પર ગયો હતો. અન્ય મહેમાનોની જેમ તેણે પણ હસતાં-હસતાં ફોટો પડાવ્યો અને કન્યાને ગિફ્ટ આપી, પણ વરરાજા સાથે હાથ મિલાવવાને બદલે ચાકુ લઈને તેના પર તૂટી પડ્યો હતો. આ અણધારી ઘટનાને લીધે હાજર તમામ વ્યક્તિના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે વરરાજાએ સાફો પહેર્યો હોવાથી તે બચી ગયો હતો. દુલ્હનના સ્વજનો આ હુમલાખોરને પકડવા ગયા ત્યારે તેણે સામો ગોળીબાર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2024 10:49 AM IST | Chittorgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK