વેડિંગ પહેલા દુલ્હો-દુલ્હન આની કેટ-કેટલીય તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. તો બદલાતા સમયમાં લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટ ખૂબ જ ટ્રેન્ડિંગ છે, જેને આજકાલ ખૂબ જ અતરંગી રીતે કરવામાં આવે છે.

તસવીર સૌજન્ય ટ્વિટર વીડિયો ગ્રેબ
મોટાભાગે લોકો પોતાના લગ્નને યાદગાર અને સ્પેશિયલ બનાવવા માટે કેટકેટલુંય કરતા હોય છે. વેડિંગ પહેલા દુલ્હો-દુલ્હન આની કેટ-કેટલીય તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. તો બદલાતા સમયમાં લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટ ખૂબ જ ટ્રેન્ડિંગ છે, જેને આજકાલ ખૂબ જ અતરંગી રીતે કરવામાં આવે છે. આ માટે ક્યારેક લાલ જોડામાં સજેલી દુલ્હન બુલેટ અથવા સ્કૂટી ચલાવતી જોવા મળે છે, તો ક્યારેક પોતે કારના બોનેટ પર બેસીને ફોટોશૂટ કરાવતી પણ જોવા મળે છે. તાજેતરમાં જ એક એવો જ વીડિયો લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે, જેમાં એક દુલ્હન લગ્ન પહેલા જિમમાં કસરત કરતી જોવા મળી રહી છે.
અહીં જુઓ વીડિયો
वैसे भी शादी से डर लगता है और ऐसा प्री वेडिंग शूट देखकर तो आत्मा कांप गई ? pic.twitter.com/5FCdNPZp2i
— Hasna Zaroori Hai ?? (@HasnaZarooriHai) May 19, 2023
જિમમાં પરસેવો પાડતી દુલ્હનનો વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે, લાલ જોડામાં સજેલી દુલ્હન મંડપને બદલે જિમમાં કસરત કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં યુવતીને ડમ્બલ ઉઠાવતી જોઈ શકાય છે. આમ તો સાડીમાં આ પ્રકારની એક્સરસાઈઝ કરતી મહિલાઓના એવા અનેક વીડિયોઝ પહેલા પણ વાયરલ થઈ ચૂક્યા છે. હવે ફરી એકવાર તે જ ટ્રેન્ડને ફરી ફૉલો કરવામાં આવી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં લાલ જોડામાં સજેલી દુલ્હન, લગ્ન પહેલા જિમમાં વર્કઆઉટ કરતા પરસેવો પાડતી જોવા મળી રહી છે. વીડિયોમાં દુલ્હનને મંડપમાં જતા પહેલા જિમમાં ડમ્બલ ઉઠાવતા જોઈ શકાય છે. પ્રી-વેડિંગ શૂટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેના પર લોકો રિએક્શન આપતા પોતાને અટકાવી શકતા નથી.
આ પણ વાંચો : Mumbai:ઘરે મૃત હાલતમાં મળી આવ્યો અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત દેહનો કાર્યવાહી શરૂ
મંડપથી પહેલા જિમમાં વર્કઆઉટ કરવા પહોંચી ગઈ દુલ્હન
કસરત કરતી દુલ્હનનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને શૅર કરવામાં આવી રહ્યું છે. વીડિયો શૅર કરતા કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "આમ પણ લગ્ન કરવાથી ડર લાગે છે અને આવું પ્રી વેડિંગ શૂટ જોઈને તો આત્મા કંપી ગઈ." માત્ર 27 સેકેન્ડના આ વાયરલ વીડિયોને અત્યાર સુધી 46 હજારથી વધારે વાર જોવાયું છે, જ્યારે 1 હજારથી વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે. વીડિયો જોઈ ચૂકેલા યૂઝર્સ આના પર જાત-ભાતના રસપ્રદ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "આ લગ્ન કરવા જઈ રહી છે કે ફાઈટિંગ કરવા." બીજા યૂઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, "આ જંગ સરળતાથી નથી જીતી શકાતી, તૈયારી કરવી હશે ત્યારે જંગ લડી શકાય છે." ત્રીજા યૂઝરે લખ્યું, "લગ્ન કરી રહી છે કે અખાડામાં ઉતરી રહી છે."