Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરો દસમા ધોરણમાં છએ છ વિષયમાં નાપાસ થયો હોવા છતાં પેરન્ટ્સે કેક કાપીને સેલિબ્રેશન કર્યું

દીકરો દસમા ધોરણમાં છએ છ વિષયમાં નાપાસ થયો હોવા છતાં પેરન્ટ્સે કેક કાપીને સેલિબ્રેશન કર્યું

Published : 05 May, 2025 12:23 PM | IST | Bagalkote
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટકના બાગલકોટમાં આવેલી બસવેશ્વર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા અભિષેક ચોલાચગુડ્ડા નામના સ્ટુડન્ટને દસમા ધોરણની પરીક્ષામાં ૬૦૦માંથી માત્ર ૨૦૦ માર્ક્સ એટલે કે ૩૨ ટકા જ મળ્યા હતા.

 અભિષેક ચોલાચગુડ્ડા અને પેરન્ટ્સ

અભિષેક ચોલાચગુડ્ડા અને પેરન્ટ્સ


કર્ણાટકના બાગલકોટમાં આવેલી બસવેશ્વર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા અભિષેક ચોલાચગુડ્ડા નામના સ્ટુડન્ટને દસમા ધોરણની પરીક્ષામાં ૬૦૦માંથી માત્ર ૨૦૦ માર્ક્સ એટલે કે ૩૨ ટકા જ મળ્યા હતા. તે છએ છ વિષયમાં બોર્ડની એક્ઝામમાં નાપાસ થયો હતો. તમામ વિષયમાં નાપાસ થયો એટલે તેના દોસ્તોએ તેની મજાક ઉડાડવાની શરૂ કરી હતી, પણ પેરન્ટ્સે તેના પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું. તેમણે દીકરાને વઢીને કે નીચાજોણું કરાવીને હતોત્સાહ કરવાને બદલે ઘરમાં નાની કેક મગાવીને દીકરાની ફેલ્યરને પણ ઊજવી હતી. તેના પપ્પાનું કહેવું હતું કે દીકરાનું પરિણામ નિરાશાજનક હતું, પરંતુ એનો મતલબ એ નથી કે આ રિઝલ્ટથી વિશ્વનો અંત આવી જાય. તેના પેરન્ટ્સે તેને ફરીથી પરીક્ષા આપવા માટે અને હાર ન માનવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેના પપ્પાએ કેકનો ટુકડો ખવડાવતાં દીકરાને કહ્યું હતું કે ‘તું કદાચ પરીક્ષામાં નાપાસ થયો છે, પરંતુ જીવનમાં નહીં. તું હંમેશાં ફરીથી ટ્રાય કરીને નેક્સ્ટ ટાઇમ સફળ થઈ શકે છે.’
પિતાના સપોર્ટથી ગદ્ગદ થઈ ચૂકેલા અભિષેકનું કહેવું હતું કે ‘હું નાપાસ થયો તો પણ મારા પરિવારે મને પ્રોત્સાહિત કર્યો છે. હું ફરી પરીક્ષા આપીશ, પાસ થઈશ અને જીવનમાં સફળ થઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2025 12:23 PM IST | Bagalkote | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK