સંતોષનું કહેવું છે કે તેના ગામમાં એવી માન્યતા છે કે જો સાપ એક વાર કરડે અને જો તમે એને બે વાર કરડો તો સાપનું ઝેર તમને નહીં ચડે.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
બિહારના નવાદામાં સાપ કરડવાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં ગામ બહારના વિસ્તારમાં યુવકે સાપને બચકું ભર્યું હોવાથી સાપ મરી ગયો. બીજી જુલાઈની આ ઘટના છે, જેમાં જંગલ વિસ્તારોમાં રેલવેલાઇન બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. મોડી રાતે કામદારો બેઝ કૅમ્પમાં સૂતા હતા ત્યારે સંતોષ લુહાર નામના કામદારને એક સાપ કરડ્યો. સંતોષ જાગી ગયો અને તેણે ગુસ્સામાં આવીને સાપને પકડીને તેને બચકાં ભરી લીધાં. જોકે એને કારણે સાપ ઘટનાસ્થળે જ મરી ગયો. સાપનું ઝેર ઉતારવા માટે તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. સંતોષનું કહેવું છે કે તેના ગામમાં એવી માન્યતા છે કે જો સાપ એક વાર કરડે અને જો તમે એને બે વાર કરડો તો સાપનું ઝેર તમને નહીં ચડે.