ભાભીને સુંદર અને દેખાવડું બાળક જોઈતું હતું. દિયર સુંદર અને દેખાવડો હતો એટલે તેની સાથે ભાગી ગઈ અને તેને દિયરના બાળકની માતા બનવું છે.
મધ્ય પ્રદેશના છતરપુરમાં ભાભી દિયર સાથે ભાગી ગઈ
મગજ ચક્કર ખાઈને પડી જાય એવી ઘટના છે. મધ્ય પ્રદેશના છતરપુરમાં એક ભાભી દિયર સાથે ભાગી ગઈ છે. ભાભીને સુંદર અને દેખાવડું બાળક જોઈતું હતું. દિયર સુંદર અને દેખાવડો હતો એટલે તેની સાથે ભાગી ગઈ અને તેને દિયરના બાળકની માતા બનવું છે. ૨૮ વર્ષનો યુવાન પરિવાર સાથે એસપી ઑફિસ પહોંચ્યો હતો. મજાની વાત એ છે કે પત્ની નાના ભાઈ સાથે ભાગી ગઈ એની ફરિયાદ નહોતી કરી. તેણે પોલીસને કહ્યું કે ‘તેને જ્યાં જવું જોય ત્યાં જાય, પણ પરિવારને હેરાન ન કરે એવું કાંઈક કરો. કારણ કે પત્નીએ ધમકી આપી છે કે મને પાછી આવવાનું દબાણ કરશો તો ઝેર પીને મરી જઈશ અને આખા પરિવારને ફસાવી દઈશ. બન્નેનાં લગ્ન ૧૦ વર્ષ પહેલાં થયાં હતાં. પત્નીને દેખાવડાં સંતાન જોઈતાં હતાં, પણ પતિ દેખાવડો નહોતો એટલે દોરાધાગા સહિતના જાતજાતના અખતરા કરતી હતી.


