બૅન્ગલોર ઍરપોર્ટ પરનો એક વિડિયો જબરો મજાકિયા અંદાજવાળો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઇન્ડિગો ઍરલાઇન્સની કટોકટી તો હવે પૂરી થઈ ગઈ છે. અનેક લોકો ફ્લાઇટ કૅન્સલ કે ડિલે થવાથી હેરાન થયા હતા અને કરુણ દૃશ્યો પણ સર્જાયાં હતાં. જોકે બૅન્ગલોર ઍરપોર્ટ પરનો એક વિડિયો જબરો મજાકિયા અંદાજવાળો છે. એક પૅસેન્જર ઇન્ડિગો ઍરલાઇન્સની ટિકિટ લઈને ઍરપોર્ટ પર આવે છે ત્યારે તેના ખભે ગાદલાનો અલગ ઝોળો હોય છે. અનેક લોકોએ ઍરપોર્ટ પર ચાર-છ કલાકથી વધુ સમય વિતાવવો પડ્યો હતો એવામાં આ ભાઈસાહેબે જુગાડ કાઢ્યો કે ફ્લાઇટ તો આમેય ડિલે થવાની જ છે તો એ દરમ્યાન આરામથી ઊંઘ કેમ ન ખેંચવી? ગાદલું લઈને તે આવ્યો હતો. ભારતીય ઍરપોર્ટ્સ પર જે રીતે ફ્લાઇટ્સ કૅન્સલેશન અને ડિલેના કિસ્સાઓ વધતા જાય છે એ જોતાં ટૂંક સમયમાં ઍરપોર્ટ પર ગાદલાં ભાડે આપવાની સર્વિસનો નવો બિઝનેસ આઇડિયા પણ અજમાવવા જેવો ખરો.


