Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્ગકૉકના પબમાં ૧.૭ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવ્યું એટલે ૧૮ વર્ષની ટીનેજરનું મુંડન કરી દેવાયું

બૅન્ગકૉકના પબમાં ૧.૭ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવ્યું એટલે ૧૮ વર્ષની ટીનેજરનું મુંડન કરી દેવાયું

Published : 03 September, 2026 01:40 PM | IST | Bangkok
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગકૉકના પિન્કલાઓ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત હોસ્ટ બારમાં ખોટું ઓળખપત્ર બતાવીને ગયેલી ૧૮ વર્ષની એક ટીનેજરે ૨૦૦થી વધુ ડ્રિન્ક્સ અને ફ્રૂટ્સનો ઑર્ડર આપીને આશરે ૬૦,૦૦૦ થાઈ બાત એટલે કે ભારતીય ચલણમાં લગભગ ૧.૭ લાખ રૂપિયાનું માતબર બિલ બનાવી દીધું હતું.

બૅન્ગકૉકના પબમાં ૧.૭ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવ્યું એટલે ૧૮ વર્ષની ટીનેજરનું મુંડન કરી દેવાયું

બૅન્ગકૉકના પબમાં ૧.૭ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવ્યું એટલે ૧૮ વર્ષની ટીનેજરનું મુંડન કરી દેવાયું


બૅન્ગકૉકના પિન્કલાઓ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત હોસ્ટ બારમાં ખોટું ઓળખપત્ર બતાવીને ગયેલી ૧૮ વર્ષની એક ટીનેજરે ૨૦૦થી વધુ ડ્રિન્ક્સ અને ફ્રૂટ્સનો ઑર્ડર આપીને આશરે ૬૦,૦૦૦ થાઈ બાત એટલે કે ભારતીય ચલણમાં લગભગ ૧.૭ લાખ રૂપિયાનું માતબર બિલ બનાવી દીધું હતું. જોકે જ્યારે આ બિલ ચૂકવ્યા વિના તે ભાગવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે પબના સ્ટાફે તેને પકડી પાડી હતી.

પોલીસને બોલાવવાને બદલે પબના મૅનેજરે એક અનોખો અને વિવાદાસ્પદ રસ્તો અપનાવ્યો. સ્ટાફે યુવતી પાસે દબાણપૂર્વક એક હેર-પર્ચેઝ કૉન્ટ્રૅક્ટ એટલે કે વાળ વેચવાનો કરાર સાઇન કરાવ્યો, જેમાં તેના વાળની કિંમત ૩૦૦૦ બાત નક્કી કરીને બિલમાંથી બાદ કરવામાં આવી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં પબનો સ્ટાફ યુવતીના ખભા સુધીના સુંદર વાળને ઇલેક્ટ્રિક ટ્રિમરથી મુંડન કરતો જોવા મળે છે.



આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવતીના પરિવારનો આરોપ છે કે તેને ધમકાવીને અને દબાણ કરીને આ કૃત્ય કરવામાં આવ્યું છે. કાનૂની નિષ્ણાતો અને સોશ્યલ ઍક્ટિવિસ્ટોએ પબના તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે કે બિલ ન ચૂકવવાના કિસ્સામાં કાયદો હાથમાં લેવાનો અને યુવતીને આ રીતે અપમાનિત કરવાનો અધિકાર પબને કોણે આપ્યો? 


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 01:40 PM IST | Bangkok | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK