સિડનીમાં એક મકાનમાલિકે પોતાના ઘરની બાલ્કનીને એક મહિના માટે ભાડે આપવાની જાહેરાત કરી હતી.
સિડનીમાં આ બાલ્કનીનું ભાડું છે મહિને ૮૧,૦૦૦ રૂપિયા
માત્ર ભારત જ નહીં, વિદેશમાં પણ પ્રૉપર્ટીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એનું તાજું ઉદાહરણ છે ફેસબુક માર્કેટપ્લેસ લિસ્ટિંગમાં મુકાયેલી એક ઍડ્વર્ટાઇઝમેન્ટ. સિડનીમાં એક મકાનમાલિકે પોતાના ઘરની બાલ્કનીને એક મહિના માટે ભાડે આપવાની જાહેરાત કરી હતી. એમાં લખ્યું હતું કે સિડનીના હેમાર્કેટ સબર્બમાં એક સની રૂમ છે જેમાં એક વ્યક્તિ આરામથી સમાઈ શકે છે. એનું ભાડું છે ૯૬૯ ડૉલર એટલે કે લગભગ ૮૧,૦૦૩ રૂપિયા. સોશ્યલ મીડિયા પર એ રૂમની તસવીર હતી જે ખરેખર રૂમ નહીં પણ એક બાલ્કની છે. એમાં સિંગલ બેડ મુકાયેલો છે. એક તરફ અરીસો છે અને બારીઓના ગ્લાસ સ્લાઇડિંગ પર બ્લાઇન્ડ્સ લગાવેલાં છે. આ બાલ્કની બે બેડરૂમના અપાર્ટમેન્ટ સાથે જોડાયેલી છે.

