સફેદ આરસની આ મૂર્તિ હાલમાં ટ્રસ્ટ પાસે છે જેમાં રામલલ્લાને સોનેરી ધનુષ્ય અને તીર પકડેલા બતાવવામાં આવ્યા છે.
ભગવાન રામની મૂર્તિ
મૈસૂરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કોતરવામાં આવેલી રામલલ્લાની કાળા પથ્થરની મૂર્તિને અયોધ્યાના ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. જોકે અન્ય બે મૂર્તિઓને પણ મંદિરના અન્ય ભાગમાં મૂકવામાં આવે એવી યોજના છે. રાજસ્થાનના સત્યનારાયણ પાંડે દ્વારા કોતરવામાં આવેલી સફેદ આરસની મૂર્તિ છે જેને મંદિરના ગર્ભગૃહમાં નહીં, પણ અન્યત્ર મૂકવામાં આવશે. સફેદ આરસની આ મૂર્તિ હાલમાં ટ્રસ્ટ પાસે છે જેમાં રામલલ્લાને સોનેરી ધનુષ્ય અને તીર પકડેલા બતાવવામાં આવ્યા છે. રામ દેવતાની પાછળ એક કમાન જેવી રચના છે જેમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતાર દર્શાવતાં નાનાં શિલ્પ છે. આ મૂર્તિ નોંધપાત્ર કારીગરી દર્શાવે છે, કારણ કે દેવતાને શણગારતાં ઘરેણાં અને કપડાંની આરસમાંથી છીણી કરવામાં આવી છે.


