વિશ્વની આ સૌથી પહેલી જાતે ચાલતી ક્રૂની જરૂરિયાત લગભગ ન હોય એવી પૅસેન્જર શિપ ગેમચેન્જર બની શકે એમ છે.
ક્રૂ વિનાની ઑટૉનોમસ પૅસેન્જર શિપ
દુનિયાની પહેલી સેમી-ઑટૉનોમસ ફેરી જપાનમાં શરૂ થઈ છે. આ ફેરી જપાનના શિન-ઓકાયામા અને ટોનોશો પોર્ટની વચ્ચે ચાલશે. આ ટેક્નૉલૉજી દૂરના દ્વીપો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવશે. જપાનમાં યુવાનોની વસ્તી ઘટી રહી હોવાથી ક્રૂ-મેમ્બર્સની અછત રહે છે, પરંતુ ટ્રાવેલ કરનારા વડીલોની સંખ્યા સારી છે એટલે ટ્રાવેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિકતા ઉમેરવાની જરૂર ઊભી થઈ છે. રોજ ફેરી ચલાવવા માટેના ટેક્નિકલ સ્ટાફ વિના પણ હવે બે દ્વીપો વચ્ચે સફર કરવાનું સરળ બન્યું છે. જપાન દેશ ખૂબ નાના-નાના આઇલૅન્ડ્સનો બનેલો છે અને રોજબરોજના કામ અને જીવન માટે પણ લોકો બીજા ટાપુઓ પર ટ્રાવેલ કરવા જાય છે. એવામાં વિશ્વની આ સૌથી પહેલી જાતે ચાલતી ક્રૂની જરૂરિયાત લગભગ ન હોય એવી પૅસેન્જર શિપ ગેમચેન્જર બની શકે એમ છે.


