આ વેહિકલની ટૉપ સ્પીડ પ્રતિ કલાક ૨૫૬ માઇલ છે
નેવેરા
ક્રોએશિયાની ઑટોમોબાઇલ કંપની રીમેકની ૨૧ લાખ ડૉલર (અંદાજે ૧૭.૧૩ કરોડ રૂપિયા)ની કાર નેવેરા દુનિયાના સૌથી ઝડપી ઇલેક્ટ્રિક વેહિકલનું ટાઇટલ જીતી છે. આ વેહિકલની ટૉપ સ્પીડ પ્રતિ કલાક ૨૫૬ માઇલ છે. જર્મનીમાં એક ટેસ્ટ-ટ્રૅકમાં એની સ્પીડનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રીમેકના મુખ્ય ટેસ્ટ અને ડેવલપમેન્ટ ડ્રાઇવર મિરો ઝર્નેવિક દ્વારા આ સ્પીડ હાંસલ કરવામાં આવી હતી. ટૂ-સીટર આ હાઇપર કારમાં ચાર એન્જિન છે અને એ માત્ર ૪.૩ સેકન્ડમાં ઝીરોથી ૧૦૦ માઇલ પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.


