ભારતના એક જ્યોતિષી પ્રશાંત કિનીએ ડિસેમ્બર ૨૦૨૩માં શેખ હસીનાનું ભવિષ્ય ભાખી લીધું હતું
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બંગલાદેશમાં તખ્તો પલટાઈ ગયો છે અને વડાં પ્રધાન શેખ હસીના માંડ-માંડ ત્યાંથી બચીને ભારત આવી આશ્રય લઈ રહ્યાં છે. આપણને આ બધું અચાનક બની ગયેલી ઘટના લાગે, પરંતુ જ્યોતિષશાસ્ત્રના ઊંડા અભ્યાસુઓ માટે આ ઘટના તેમણે ધારેલી હોઈ શકે છે. ભારતના એક જ્યોતિષી પ્રશાંત કિનીએ ડિસેમ્બર ૨૦૨૩માં શેખ હસીનાનું ભવિષ્ય ભાખી લીધું હતું. એ સમયે તેમણે ૨૦૨૪માં શેખ હસીનાને મુશ્કેલી આવશે એવી આગાહી કરેલી અને એ આગાહી તેમણે ‘ઍક્સ’ પર કરેલી પોસ્ટ અત્યારે ફરી પાછી પોસ્ટ થઈ છે. ગયા વર્ષની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વિશે મારી ભવિષ્યવાણી છે કે શેખ હસીનાએ ૨૦૨૪ના મે, જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સતર્ક રહેવું પડશે. તેમના પર જીવલેણ હુમલો થઈ શકે છે.’


