હરિયાણાના બાગપતના બિજરોલ ગામનો સુમિત તોમર નામનો યુવાન ભારતીય સેનામાં નાયક પદ પર તહેનાત છે. તેણે ચેન્નઈ એક્સપ્રેસવે પર કરતબનો રેકૉર્ડ બનાવ્યો છે. સુમિતે બન્ને હાથ છોડીને બાઇકને માત્ર પાછલા વ્હીલ પર ચલાવવાનું કરતબ કર્યું હતું.
ભારતીય સૈનિકે બન્ને હાથ છોડીને માત્ર પાછલા વ્હીલ પર બાઇક ચલાવીને તોડ્યો રેકૉર્ડ
હરિયાણાના બાગપતના બિજરોલ ગામનો સુમિત તોમર નામનો યુવાન ભારતીય સેનામાં નાયક પદ પર તહેનાત છે. તેણે ચેન્નઈ એક્સપ્રેસવે પર કરતબનો રેકૉર્ડ બનાવ્યો છે. સુમિતે બન્ને હાથ છોડીને બાઇકને માત્ર પાછલા વ્હીલ પર ચલાવવાનું કરતબ કર્યું હતું. આ કરતબનો રેકૉર્ડ સ્વીડનના નામે હતો અને સ્વીડનના સ્ટન્ટમૅને ૯૧૮ મીટરનું અંતર કાપ્યું હતું. સુમિતે જ્યારે આ સ્ટન્ટ શરૂ કર્યો ત્યારે તેણે ૧૫૦૦ મીટરનું અંતર કાપવાના ધ્યેય સાથે શરૂઆત કરેલી. જોકે તેણે પોતે સેટ કરેલા ધ્યેય કરતાં પણ ૨૦૦ મીટર વધુ એટલે કે ૧૭૧૪ મીટર બાઇક હાથ છોડીને પાછલા વ્હીલ પર ચલાવી હતી. સુમિત ૧૮૫૭માં થયેલી ક્રાન્તિના વીર યોદ્ધા બાબા શાહમલના વંશજ છે અને ભારતીય સેનામાં તહેનાત છે. સુમિતે આ સ્ટન્ટ ભારતીય સેનાના સાથીઓના સહયોગથી ગયા વર્ષે કર્યો હતો, પરંતુ એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનું પ્રમાણપત્ર તાજેતરમાં મળ્યું હતું.


