અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાલમાં ઓહાયોના સેનેટર જે. ડી. વૅન્સને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે
લાઇફમસાલા
જે. ડી. વૅન્સ અને ઉષા ચિલુકુરી વૅન્સ.
આનંદ મહિન્દ્રએ હાલમાં એક કપલનો લગ્નનો ફોટો શૅર કર્યો છે. આ કપલ એટલે કે અમેરિકાના જે. ડી. વૅન્સ અને ઉષા ચિલુકુરી વૅન્સ. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે હાલમાં ઓહાયોના સેનેટર જે. ડી. વૅન્સને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આ જાહેરાતથી જે. ડી. વૅન્સ ખૂબ ર્ચચામાં છે. જોકે એની સાથે તેની પત્ની ઉષા પણ એટલી જ ચર્ચામાં આવી છે. ઉષા મૂળ ભારતની છે. જે. ડી. વૅન્સ અને ઉષાએ જ્યારે લગ્ન કર્યાં હતાં ત્યારના ફોટો સોશ્યલ મીડિયા પર હાલમાં વાઇરલ થયા છે. આ લગ્નનો એક ફોટો આનંદ મહિન્દ્રએ સોશ્યલ મીડિયા પર શૅર કરીને પોસ્ટ કરી છે કે એક વધુ ગ્રેટ ઇન્ડિયન વેડિંગ છે જેને સેલિબ્રેટ કરી શકાય.