Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડબલ ગર્ભાશય ધરાવતી માતાએ જોડિયા દીકરીને આપ્યો જન્મ

ડબલ ગર્ભાશય ધરાવતી માતાએ જોડિયા દીકરીને આપ્યો જન્મ

Published : 25 December, 2023 10:19 AM | IST | United states of america
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રકારનો કેસ ૧૦ લાખ લોકોમાંથી એક હોવાનું જાણવા મળે છે.

કેલ્ચી હેચર

કેલ્ચી હેચર


અમેરિકાના અલબામામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે, જેમાં ડબલ ગર્ભાશય ધરાવતી એક મહિલાએ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો છે. આ પ્રકારનો કેસ ૧૦ લાખ લોકોમાંથી એક હોવાનું જાણવા મળે છે. બન્ને બાળકીઓનો જન્મ અલબામા વિશ્વવિદ્યાલયની બર્મિંગહૅમ હૉસ્પિટલમાં થયો હતો. અલબામા યુનિવર્સિટીએ બુધવારે આ વિશે માહિતી આપી હતી. મહિલાનું નામ કેલ્ચી હેચર છે. તેના પતિ પણ આ ન્યુઝથી ઘણા ખુશ છે. તેઓ હવે મમ્મી-પપ્પા બની ગયાં છે. હેચરે સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે અમારાં ચમત્કારિક બાળકો જન્મ્યાં! હેચરે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે મને બે ગર્ભાશય છે. હું બન્ને તરફ એક-એક બાળક સાથે ગર્ભવતી હતી. આ દુર્લભ ગર્ભાવસ્થાને ડિકેવેટરી ગર્ભવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જેની સંભાવના લાખોમાંથી એકમાં હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2023 10:19 AM IST | United states of america | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK